સર્વ સાધારણ વાર્ષિક સામાન્ય સભા ૨૦૧૯-૨૦૨૦

દિવાળી સ્નેહ સંમેલન
November 18, 2019
સર્વ સાધારણ વાર્ષિક સામાન્ય સભા ૨૦૧૯-૨૦૨૦
December 9, 2019

સર્વ સાધારણ વાર્ષિક સામાન્ય સભા ૨૦૧૯-૨૦૨૦

આદરણીય સભ્યો,
 
આથી સર્વે સભ્યોને જાહેર સૂચના આપવામાં આવે છે કે આપણા મંડળની વાર્ષિક સર્વ સાધારણ સભા નીચે જણાવેલ સમય અને સ્થળ પર
રાખવામાં આવેલ છે. સભ્યોને નમ્ર વિનંતી છે કે આપ સહુ સમયસર સભામાં ઉપસ્થિત રહેશોજી.
 
આ સાથે વર્ષ ૨૦૧૮-૨૦૧૯ નો આવક-જાવક નો હિસાબ, ઓડિટ રિપોર્ટ તથા બેલેન્સ શીટ સાથે મોકલવામાં આવેલ છે.
 
સભાનું સ્થળ :
જે. ડી. ટી. હાઈસ્કૂલ (સંસ્કાર સ્કૂલ), કુરાર વિલેજ, મલાડ (પૂર્વ), મુંબઈ – ૪૦૦ ૦૯૭ 
[મલાડ સ્ટેશન પૂર્વ થી બસ નં. ૬૨૪ તથા શેર-એ-ઓટો રીક્ષા ઉપલબ્ધ હોય છે]
 
સભાની તારીખ અને સમય : ૨૪-૧૧-૨૦૧૯ રવિવાર, બપોરે ૨.૦ થી ૪.૩૦ સુધી  
કોરમ ન હોય તો ૨.૩૦ વાગ્યે હાજર સભ્યો સાથે મિટિંગ શરુ કરી દેવાશે
 
એજેન્ડા (સભાની કાર્યસૂચી) :
 ગત વાર્ષિક સામાન્ય સભાની મિનિટ્સ વાંચીને બહાલી આપવી
 વર્ષ ૨૦૧૮-૨૦૧૯ નાં હિસાબ / અહેવાલની ચર્ચા અને બહાલી આપવી
 ઓડિટર નીમવા બાબતે
 ઓફિસનું સમારકામ કરવા બાબતે ચર્ચા અને આવેલ કોટેશન ને બહાલી આપવી
 જ્ઞાતિનાં  બંધારણમાં સુધારા બાબતે ચર્ચા અને બહાલી આપવી (સુધારા બાબતની જાણ ની પ્રતિ મોકલાવેલ છે) નિવૃત્ત થયેલા
ટ્રસ્ટીઓને વિદાય આપી નવા ટ્રસ્ટીઓની નિમણુંક કરવી
 અમદાવાદ ખાતેના કારોબારી મંડળમાં મુંબઈનાં ટ્રસ્ટીઓની અને કમિટી સભ્યોની નિમણુંક કરવી
 શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ મંડળ (મુંબઈ)ને ૧૦૦ વર્ષ પુરા થાય છે તે નિમિત્તે “શતાબ્દી મહોત્સવ” યોજવા બાબતે ચર્ચા અને બહાલી
આપવી
 વર્ષ દરમ્યાન બીજા કાર્યક્રમો કરવાની યોજના વિશે ચર્ચા અને બહાલી આપવી
 મંડળની ઓફિસનું મકાન રિડેવલોપમેન્ટ માં જવાનું છે. એમાં વધારાની જગ્યા વેચાતી લેવા માટેની ચર્ચા અને ફંડ એકઠું કરવા માટે
ની યોજના બનાવવી
 અન્ય કોઈ બાબતની ચર્ચા – પ્રમુખશ્રીની અનુમતિથી  
 
નોંધ : વાર્ષિક આવક-જાવકના અહેવાલ બાબતમાં કોઈપણ જાતના પ્રશ્ન હોય તો તેની લેખિત અરજી તા. ૧૫-૧૧-૨૦૧૯ સુધીમાં મંડળની
ઓફિસમાં પહોંચાડી દેવી. ત્યારબાદ કોઈપણ જાતની અરજી સ્વીકારવામાં આવશે નહિ

Comments are closed.