શ્રી એકલિંગજી દાદા નો ભંડારો 2022
March 13, 2022
🌺હરી ૐ🌺
શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈ દ્વારા 9 ઓગષ્ટ 2025 ને શનિવારે શ્રાવણી - રક્ષા બંધનને દિવસે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ શ્રી મુર્ધનેશ્વર મહાદેવ મંદિર, દહીસર ખાતે યોજાયો હતો, એમાં કમિટીના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને જ્ઞાતિ બંધુઓએ શ્રદ્ધા અને ઉમંગ સહિત ભાગ લીધો હતો.
શ્રી જયભાઈ જોશી એ મુખ્ય મહારાજ તરીકે સંપૂર્ણ પૂજા વિધિ બહુ સરસ રીતે કરાવી હતી. મંડળ તરફથી ફરાળી અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મંડળનાં આ કાર્યક્રમ માં શ્રી મહેશભાઈ જોશી (વર્તમાન ટ્રસ્ટી), શ્રી હેમંતભાઈ ભટ્ટ (ઉપપ્રમુખ), શ્રી હેમંતભાઈ જોશી (કમિટીના સભ્ય), શ્રી ચંદ્રકાંતભાઈ ગોર, શ્રી મુકુંદભાઈ જોશી તેમ જ શ્રી રમેશચંદ્ર ગોર નો આર્થિક તેમજ અન્ય રીતે સહયોગ મળ્યો છે.
સમગ્ર કાર્યક્રમની તૈયારી માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ ત્રિવેદી, વિકાસ ભાઈ જોશી અને ખજાનચી શ્રી પીનકિનભાઈ ભટ્ટે ઉપાડી લીધી હતી.
કાર્યક્રમના અંતે પ્રમુખશ્રી પ્રદીપભાઈ આર ગોરે તમામ દાતાઓનો અને સહયોગ આપનાર સહુનો તેમ જ જ્ઞાતિ બંધુઓનો આભાર માન્યો હતો અને આવતા વર્ષે હજુ વધારે સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ આ કાર્યક્રમમાં જોડાય એવી ઈચ્છા વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતુ.
આ કાર્યક્રમની ઝાંખી રૂપે થોડાક ફોટા અને વિડિયો આ સાથે પાઠવ્યા છે.
શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ, મુંબઈ ના જય એકલિંગજી 🙏