Welcome to Bhatt Mewada Samaj Mumbai


જય એકલિંગજી 

*અગત્ય ની સૂચના (નોટીસ)*

આદરણીય સભ્યો,

શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિત વર્ધક મંડળ મુંબઈની *આગામી વાર્ષિક સામાન્ય સભા* બાબત ની સૂચના આ સાથે (ગુજરાતી અને અંગ્રેજી એમ બંન્ને ભાષામાં pdf ફાઈલ માં) પાઠવવામાં આવે છે.  

તે ઉપરાંત મુંબઈથી પ્રગટ થતાં જન્મભૂમિ અને ગુજરાતી મિડ ડે સમાચાર પત્રક માં તારીખ ૨૬-૦૩-૨૦૨૫* ને દિવસે આપેલી નોટીસથી પણ આની જાણ કરવામાં આવી છે.

આ નોટિસની કોપી સાથે મંડળનો નાણાકીય વર્ષ 2023-24 નો ઓડિટેડ વાર્ષિક અહેવાલ, તેમજ પ્રસ્તાવિત સુધારેલ બંધારણની કોપી ઇમેઇલ અથવા ટપાલ અથવા કુરિયર દ્વારા મોકલવામાં આવી રહી છે. તેમજ તે મંડળની વેબ સાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે અને મંડળની ઓફિસેથી પણ નિર્ધારિત સમયમાં મેળવી શકાય છે. 

અગત્યના મુદ્દાઓ ની ચર્ચા કરવાની છે અને અગત્યના નિર્ણયો લેવાના છે જેની નોંધ લેશો અને સભામાં ઉપસ્થિત રહેશો એવી નમ્ર વિનંતી છે.

આ મીટિંગ ૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારે સાંજે ૩.૪૫ થી ૬ સુધી શ્રી  મુધ્રણેશ્વર મહાદેવ મંદિર, આનંદ નગર, લિંક રોડ, આનંદ નગર મેટ્રો રેલ સ્ટેશનની પાસે, દહીંસર - પૂર્વ, મુંબઈ-૪૦૦૦૬૮ ખાતે રાખવામાં આવી છે.

સેક્રેટરી -  શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિત વર્ધક મંડળ, મુંબઈ 

View PDF

Jay Eklingji 

*An important notice*

Respected Members,

The notice of *next annual general body meeting* of Shree Bhatt Mewada Gnyati Hitwardhak Mandal, Mumbai is being sent in Gujarati as well as English language (in pdf file) along with this message. 

The brief notice of the meeting has also been published in Janma Bhoomi as well as Gujarati Midday newspaper of 26/03/2025 published from Mumbai.

A copy of notice in Gujarati as well as in English, Audited report of the financial year 2023-24, and Revised Constitution in Gujarati is being sent by either email or post or courier also. The same is also available on website and it can also be obtained from Mandal's office too during the scheduled date and time.

Important points are to be discussed and decided. You are requested to kindly take note of the same and attend the meeting.

This meeting will be held on Sunday  20-04-2025 during 3.45 to 6 pm IST at Shri Murdhneshwar Mahadev Temple, Anand Nagar, Link Road, Near Anand Nagar Metro Rail Station Dahisar (East), Mumbai 400068.

Secretary - Shree Bhatt Mewada Gnyati Hitwardhak Mandal, Mumbai. 

View PDF


About Us

એકલિંગજી ભગવાન શિવનું એક નામ છે. એકલિંગજી મેવાડ રાજના શાસક દેવ છે, અને મેવાડના રાજવી મહારાણાઓ તેમના દિવાન તરીકે નિયુક્ત થયા હોય તેવા ભાવથી રાજ કરતા આવ્યા છે. એકલિંગજીનું પ્રખ્યાત મંદિર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલાં રાજસ્થાન રાજ્યનાં ઉદયપુર જિલ્લામાં આવેલું હિંદુ મંદિર સંકુલ છે. આ ઉપરાંત ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા અને અન્ય મેવાડા બ્રાહ્મણોના પણ તે ઇષ્ટદેવ છે. અમદાવાદના સારંગપુર વિસ્તારની કોકડીયાની પોળમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની જ્ઞાતિનું એકલિંગજી ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે.

ફાગણ વદ ચૌદસના દિવસે રાજસ્થાનના મૂળ એકલિંગજી મંદિરમાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. જ્યાં જ્યાં મેવાડા બ્રાહ્મણો વસે છે ત્યાં ત્યાં પણ આ દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે. અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં આવેલી કોકડીયાની પોળમાં અને રાયપુર દરવાજા બહાર એમ બે એકલિંગજીના મંદિરો આવેલા છે. ત્રિવેદી મેવાડા અને ભટ્ટ મેવાડા બ્રાહ્મણો આ દિવસે ભગવાનના ચલિત વિગ્રહને પાલખીમાં બેસાડી ધામધૂમથી નગર યાત્રા કાઢે છે.

About Members