આદરણીય જ્ઞાતિજનો,
શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ, મુંબઈ આપ સૌને દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે
અંત:કરણપૂર્વક શુભેચ્છા પાઠવે છે. નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો
કરે એવી શ્રી એકલિંગજી દાદાને પ્રાર્થના.
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ “દિવાળી સ્નેહ સંમેલન” કાર્યક્રમ
રવિવાર, તા. ૨૪-૧૧-૨૦૧૯ ના રોજ આયોજિત કરવામાં આવેલ છે. આ વર્ષે પણ જ્ઞાતિના દરેક
વયજૂથ માટે વિભિન્ન કાર્યક્રમો તેમજ સુંદર હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું છે. આપ સર્વેને
સહપરિવાર કાર્યક્રમમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આશા છે કે આપ સર્વે જ્ઞાતિજનો હોંશભેર સહભાગી થઇ અને સંમેલનમાં હાજર રહી કાર્યક્રમની
શોભા વધારશો.
કાર્યક્રમની રૂપરેખા :
સાંજે ૫.૦૦ કલાકે : દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના
સાંજે ૫.૧૦ કલાકે : સ્વાગત અને નવી કારોબારી સમિતિ નો ટૂંકો પરિચય
સાંજે ૫.૩૦ થી ૬.૩૦ : સ્પર્ધકોને અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ
(સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થી)
સાંજે ૬.૩૦ થી ૭.૩૦ : ગાયન / વાદન/ નૃત્ય હરીફાઈ
(વય મર્યાદા – ૧૦ થી વધુ, સમય મર્યાદા ૩ મિનિટ)
રાત્રે ૭.૩૦ થી ૮.૩૦ : ગરબાની રમઝટ
રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ : સ્વરુચિ ભોજન
શુભ સ્થળ :
જે. ડી. ટી. હાઈસ્કૂલ (સંસ્કાર સ્કૂલ)
કુરાર વિલેજ, મલાડ (પૂર્વ), મુંબઈ – ૪૦૦ ૦૯૭ (પાર્કિંગ ની વ્યવસ્થા છે)
[મલાડ સ્ટેશન પૂર્વ થી બસ નં. ૬૨૪ તથા શેર-એ-ઓટો (રીક્ષા) ઉપલબ્ધ હોય છે]
1 Comment
Hearty congratulations to the creators of this webpage